પોસ્ટ્સ

જુલાઈ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સેન્ટ્રલ જેલમાંથી અઢી ફૂટનો મગર રેસ્ક્યુ કરાયો

છબી
વડોદરા શહેરના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદભાઈ પવારે જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રીના બે વાગ્યાની આસપાસ અમારી સંસ્થા પર ફોન આવ્યો હતો કે, વડોદરા સેન્ટ્રલ જેલમાં  એક મગર આવી ગયો છે. આ ફોન આવતાની અમારી સંસ્થાના કાર્યકર અરુણ સૂર્યવંશી અને વડોદરા વનવિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈ ને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક અઢી ફૂટનો મગર દીવાલ પાસે જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્ટયું હતું કે, તમારા રહેણાંક વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોઇ પણ વન્યજીવ કે પ્રાણી દેખાય તો અમારા સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પ લાઇન નંબર ૯૯૭૪૫૫૪૪૬૬ , ૮૩૨૦૨૬૮૮૭૪ , ૯૫૫૮૩૫૫૭૮૩ પર ફોન કરી જાણ કરો.

કરજણ સેવાસદન ચોકડી પર અકસ્માત,ટ્રેલરની અડફેટે બાઈકચાલક નું મો-ત

છબી
કરજણ પાસે આવેલી સેવાસદન ચોકડી પર ગતરાત્રે અકસ્માત સર્જાયો હતો.બાઈકસવાર દંપતિ ને ટ્રેલર ચાલકે અડફેટે લેતા બાઈકચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ તેઓના પત્નિ ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે કરજણ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ગતસાંજે કરજણ ખાતે આવેલી સેવાસદન ચોકડી પર ચા ની લારી ચલાવતા શૈલેષભાઈ બેચરભાઈ તડવી ઉંવર્ષ આશરે ૪૦ રહે.કંડારી ગામ અને તેઓના ધર્મપત્ની શનીબેન શૈલેષભાઇ તડવી કરજણ સેવાસદન ચોકડી પાસે ચા ની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા.ગતસાંજે પોતાનો ચા નો ગલ્લો બંધ ઘરે પરત જતા સમયે ટ્રેલર ચાલકે તેઓને અડફેટે લીધા હતા.જેમાં શૈલેષભાઇ તડવી નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને તેઓના પત્ની ને ડાબા પગ ના ભાગે ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે મોકલી આપ્યા હતા. બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી ટ્રેલર ચાલકની ધરપકડ કરી હતી અને શૈલેષભાઇ ના મૃતદેહ ને પોસમોટમ અર્થે કરજણ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક લો...

વડોદરા જિલ્લા ના ડભોઇ સત્તરગામ પટેલ સમાજની વાડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત ઉજ્જ્વલ ભવિષ્ય વીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

છબી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લા ના ડભોઇ સત્તરગામ પટેલ સમાજ ની વાડી ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જ્વલ ભવિષ્ય વીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરા જિલ્લા ના ધારાસભ્યો તેમજ રાજકીય આગેવાનો ના અધ્યક્ષસ્થાને સરકાર ની વિદ્યુત ક્ષેત્ર ની અભૂતપૂર્વ સિદ્ધિઓ ને લોકો સુધી પહોંચાડવા માટે વીજ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્ય માં જ્યોતિગ્રામ યોજના,સૂર્ય ગુજરાત યોજના,કુટીર જ્યોત તથા ઝૂંપડપટ્ટી વીજ જોડાણ યોજના,ખેડૂતોને વીજ બિલ માં રાહત આપવાની યોજના,જેવી અન્ય તમામ યોજના ઓ અમલ માં મુકવામાં આવી છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજ્ય માં આ યોજના ઓ ના અસરકારક અમલ દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરી સર્વાંગી વિકાસ સાધવામાં આવ્યો છે તેમજ વિવિધ રાજ્યો ની વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ ને દર્શાવતી ટૂંકી ફિલ્મો દર્શાવવા માં આવી હતી.તેમજ શાળા ના બાળકો દ્વારા નાટક ભજવી વીજળી બચાવવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો.આ સાથે જ લાભાર્થીઓ ને વિના મૂલ્યે ઘરગથ્થું વિજજોડાણ ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા જિલ્લા ના ડભોઇ સત્તરગામ પટેલ સમાજ ની વાડ...

વડોદરા શહેર ના સુરસાગર સ્થિત હઠીલા હનુમાનજી મંદિર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા નિમિત્તે પોથીયાત્રા નીકળી

છબી
આજથી હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે. શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું આરાધનાનું ખૂબ મહત્વ રહેલું છે. શિવપુરાણમાં પણ આ પવિત્ર માસ દરમિયાન શિવજીની આરાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે શહેરના સુરસાગર સ્થિત આવેલ હઠીલા હનુમાનજી મંદિર ખાતે આજથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થશે જે તા.6 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું રસપાન પૂ.શાસ્ત્રી આશુતોષ બાપજીના સ્વકંઠે થનાર છે. સાથે સાથે તા. 30 જુલાઇએ શિવ પ્રાક્ટ્યની ઉજવણી કરવામાં આવશે અને તા.2 ઓગસ્ટના મંગળવારે શિવ-પાર્વતી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા.3 ઓગસ્ટના બુધવારે કાર્તિકેય સ્વામી અને ગણેશજીના જન્મોત્સવનો કાર્યક્રમ થનાર છે, ત્યારે આજે આ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શરૂ થનાર શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા નિમિત્તે પોથીયાત્રા હઠીલા હનુમાનજી મંદિરથી સુરસાગર ફરતેથી પરત મંદિરે લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા પૂ.શાસ્ત્રી આશુતોષ બાપજી, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, મહામંત્રી સદાનંદ દેસાઇ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, નીલાબેન, સરસ્વતીબેન, વિશાલ શ્રીવાસ્તવ તથા આયોજક મ...

વડોદરા પાલિકાએ યાકુતપુરાથી પાણીગેટ વિસ્તાર સુધીના કાચા-પાકા ગેરેજ પર બુલડોઝર ફેરવ્યું

છબી
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી અજબડી મિલ અને તેની ફરતે સ્ક્રેપ સંચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે. લાંબા સમય સુધી વાહનોનો ખડકલો રહેતા ગંદકી સાથે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. સ્થાનિકોની ફરિયાદના પગલે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે ત્રાટકી વાહનોના દબાણો દૂર કર્યા હતા. વડોદરા શહેરના પાણીગેટ જીઇબી સબ ઇલેક્ટ્રીક સબ સ્ટેશન પાસે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે કાચુ-પાકું ગેરેજ બંધાયું છે અને આ ગેરેજમાં બગડેલી ફોર વ્હિલર ગાડીઓ રીપેરીંગ અર્થે લાવવામાં આવતી હતી. આ ઉપરાંત રોડ રસ્તા પર પણ ભંગાર હાલતમાં કેટલીક કાર કેટલાય વખતથી પડી રહી છે. આ અંગેની જાણ થતાં જ પાલિકા દબાણ શાખાની ટીમે વરસાદ બંધ થવાની રાહ જોઇ રહ્યું હતું.વરસાદ બંધ થતાં જ પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે પાણીગેટ જીઇબી સબ સ્ટેશન પાસે પહોંચી ગઇ હતી. જ્યાં કાચા-પાકા બનાવેલા ગેરેજ પર તત્કાળ બુલડોઝર ફેરવ્યું હતું. આ ઉપરાંત ગૌરવ સોસાયટી પાછળ આવેલી અજબડી મિલ રોડ પર અનેક ભંગારની દુકાનો આવેલી છે. આ ભંગારની દુકાન પાસેના જાહેર રોડ પર રસ્તાની બંને બાજુએ કુલ મળીને 50થી વધુ મોટર કાર ભંગાર હાલતમાં પડી...

માંજલપુર માં વિશ્વામિત્રી ના કિનારે કુદરતી હાજતે ગયેલા યુવાન પર મગરે મારી તરાપ ગંભીર ઇજાઓ પહોંચી

છબી
વડોદરા શહેરના માંજલપુર સનસીટી પાસે આવેલા ગણેશનગર ના પારસી બીસ્તા પાસે રહેતા યુવાન પર મગરે હુમલો કરતા તેને પીઠના ભાગે અને બંને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની હાલત નાજુક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત યુવાન વડોદરા શહેરના વિશ્વામિત્રી કિનારે આવેલા ગણેશ નગરમાં રહેતા લાલભાઈ પ્રવીણભાઈ ઠાકોર ઉં 28 ત્યાં છેલ્લા ઘણા સમયથી રહે છે.ગતરોજ મંગળવારે સાંજે તેઓ વિશ્વામિત્રી કિનારે કુદરતી હાજતે ગયા હતા.તે વખતે નદી કિનારે મહાકાય મગરે તેઓ પર તરાપ મારી હતી.મગરની તરાપ માં તેઓના પીઠના ભાગે અને બંને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર હાથધરવામાં આવી હતી. સમગ્ર બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ભાજપ નું દારૂબંધી વાળું ગુજરાત ..? જિલ્લા પંચાયતના સદસ્યના ઘરે જ દેશીદારૂનો વેપલો..?

છબી
કરજણ   તાલુકાના ગામોમાં ચાલતી ભઠ્ઠાઓ તોડી પાડી       બોટાદ માં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડ માં અનેક પરિવાર ના સભ્યોએ ઝેરી કેમિકલ યુક્ત દેશીદારૂ પીવાના કારણે જીવ ગુમાવ્યા છે.જેને લઈને સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.ત્યારે આજે કરજણ પોલીસ દ્વારા કરજણ તાલુકાના ગામડાઓમાં ચાલતી દેશીદારૂ ની ભઠ્ઠીઓ પર દરોડા પાડી તમામ દેશીદારૂ ની ભઠ્ઠીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. જેમાં કંડારી,ગંધારા,કરમડી,અનસતું જેવા અનેક ગામોની સીમમાં ચાલતી ભઠ્ઠાઓ તોડી પાડવામાં આવી હતી. મોટી માત્રામાં વોશના જથ્થા નો નાશ કરાયો             ત્યારે કરજણ તાલુકાના સોમજ દેલવાડા ગામે ભાજપ પક્ષમાંથી ચોરંદા જિલ્લા પંચાયત બેઠક પરથી સદસ્ય તરીકે ચૂંટણી જીતેલા જેજ્ઞેશ વસાવા ના ઘરના વાળા માં ચાલતા દેશીદારૂ ના ભઠ્ઠાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. જિલ્લા પંચાયતના સદસ્યના વાળા માં ચાલતી ભઠ્ઠી        મળતી માહિતી મુજબ ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય જીજ્ઞેશ વસાવા ના ઘરે તેઓની પત્ની દ્વારા ખુલ્લેઆમ આ દેશીદારૂ નો અડ્ડો ચલાવામાં આવી રહ્યું હોવા...

અકસ્માત - કરજણ સેવાસદન ચોકડી પાસે ટ્રક ના પૈડાં ફરી વળતા બાઈક ચાલકનું મોત

છબી
                 ટ્રક ના પૈડાં ફરી વળતા મૃતદેહની ગંભીર હાલત નેશનલ હાઇવે નં 48 પર આજે સાંજ ના સમયે બાઈક સવાર ને ટ્રક એ અડફેટે લીધા બાદ તેના પર ટ્રક ના પૈડાં ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.નેશનલ હાઇવે 48 પર મુંબઈ થી વડોદરા તરફ આજે સાંજે કરજણ જુના બજાર પાસે આવેલા સજ્જન પાર્ક માં રહેતા ૧૬ વર્ષીય કરણભાઈ ઘનશ્યામભાઈ તડવી કરજણ સેવાસદન ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી જતી ટ્રકે તેમને અડફેટે લીધા હતા.જેમાં કરણભાઈ તડવી પર ટ્રક ના તોતિંગ પૈડાં ફરી વળતાં શરીરના અંગોનો ભેજો બોલી ગયો હતો.અને તેવો નું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. સાંજના સમયે બનેલા અકસ્માત ને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય હતા.ઘટનાની જાણ કરજણ પોલીસ ને થતા ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક ને પકડી પડવાના ચક્રોગતિમાન કર્યા હતા.અને મૃતદેહ ને પોસમોટમ માટે કરજણ સરકારી દવાખાને મોકલી આપ્યો હતો.            અકસ્માત સર્જેલ ટ્રક તેમજ ચાલક ને ઝડપી પાડ્યો તો બીજી તરફ કરજણ પોલીસ દ્વારા પોર અને વરણામાં ની વચ્ચ...

કરજણ નેશનલ હાઇવે ના ટોલ બુથ પર કરજણ તાલુકાના જાગૃત નાગરિકોએ વિવિધ મુદ્દાઓ સાથે લેખિત રજુવાત કરવામાં આવી

છબી
આજરોજ કરજણ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા નેશનલ હાઇવે નંબર 48 ના L&T ના ટોલપ્લાઝા પર ભેગા થઈ ને ઉગ્ર રજુવાત કરવામાં આવી છે.ટોલ પ્લાઝા ના અધિકારીઓ ને વિવિધ મુદ્દાઓના નિરાકરણ માટે સાત દિવસનું અલટીમેટમ આપવામાં આવ્યું છે.કરજણ તાલુકાના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ટોલ ટેક્સ પર પહોંચતા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે કરજણ પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જાગૃત નાગરિકો દ્વારા વિવિધ મુદાઓના નિરાકરણ માટે રજુવાત કરાઈ.. ● વડોદરા થી કરજણ સુધી નેશનલ હાઇવે પર પડી ગયેલા ખાડાનું સમારકામ પૂરું કરવામાં આવે.જેથી જાંબુવા થી બામણગામ સુધી થતા ટ્રાફિક ની સમસ્યા નું નિરાકરણ થાય ● કરજણમાં રહેતા તેમજ કરજણ તાલુકાના દરેક વાહનધારકો ને ટોલ મુક્ત કરો અથવા સર્વિસ રોડ બનાવી આપો  ●ઈમરજન્સી કોલિંગ બોક્સ અને ઇમરજન્સી ટોલફ્રી નંબર બેનરો સાથે થોડા થોડા અંતરે લગાવામાં આવે આ ત્રણ મુદ્દાઓ ને લઈ ને આજે જાગૃત નાગરિકોએ ટોલ ટેક્સના અધિકારીઓ ને ઉગ્ર રજૂવાત કરવામાં આવી હતી અને જો આ સાત દિવસના  આપેલા અલટીમેટમ માં યોગ્ય નિરાકરણ નહીં આવેતો આવતા સોમવારે કરજણ તાલુકાના નાગરિકો ભેગા મળી...

રેસ્ક્યૂ:કરજણમાંથી મોડી રાત્રે મગરનું રેસ્ક્યૂ કરાયું

છબી
કરજણ ખાતે વિમલ નગર સોસાયટીમાં રાત્રે મગર આવી જતા                       વન વિભાગે તેનું રેસ્ક્યુ કર્યું હતું. રિક્ષા ચાલકે મગરને રોડ ક્રોસ કરતા જોયો હતો વિમલ નગર સોસાયટીમાંથી મગરને ઝડપી પડાયો કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ વિમલ નગર સોસાયટીમાં મોડી રાત્રે મગર દેખાયો હતો. રાત્રે જ મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. એસટી ડેપોથી અણસતુ રોડ પર રાત્રે રિક્ષા ચાલકે મગરને રોડ ક્રોસ કરીને સોસાયટી વિસ્તારમાં જતા જોયો હતો અને જે સીધો વિમલ નગર સોસાયટીમાં ગુસી જવા પામ્યો હતો. કરજણ નવા બજાર વિસ્તારમાં એસટી ડેપોથી અણસ્તૂ રોડ પર રાત્રે રિક્ષા ચાલકે એક મગરની રોડ ક્રોસ કરીને સોસાયટી વિસ્તારમાં જતા જોયો હતો. જે મગર નજીકમાં આવેલી વિમલ નગર સોસાયટીમાં રાત્રે ધુસી જવા પામ્યો હતો. મોડી રાત્રે રહીશોને ખબર પડતાં મગરને ઝડપી પાડવા માટે વનવિભાગને જાણ કરીને મગરનું રેસ્ક્યુ કરાયું હતું. વનવિભાગ દ્વારા મગરને ઝડપી લઈને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો. આમ અગાઉ પણ રહેણાંક વિસ્તારમાં મગર ઘુસી આવવાના બનાવો બન્યા છે.

વડોદરા કલાલી ખાતે નિર્માણ પામેલી વિશેન્જા હાઇડેક સોસાયટી ના બિલ્ડર દ્વારા સરકારી જગ્યા પર ગ્રેબિંગ કર્યા હોવાના જાગૃતનાગરિક ના આક્ષેપો

છબી
● નર્મદા નિગમ ની કેનાલ ને તોડીને પોતાના સ્વાર્થ માટે ઉભું કરાયું પાર્કિંગ..? ● લોકચર્ચા ..આ નર્મદા કેનાલ ની લાઇન તોડવા માટે કોને આપી આ બિલ્ડર ને પરવાનગી...? ● જાગૃત નાગરિકે કર્યો મોટો ખુલાસો...! ● સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર મંડળી ઉભી કરી નક્કી કરવામાં આવ્યો નર્મદા કેનાલ ને તોડવાનો નિર્ણય...? ● જાગૃત નાગરિક દ્વારા કલેકટર ને ઓનલાઈ ફરિયાદ થકી જાણ કરાઈ ● શું જવાબદાર અધિકારીઓ કરશે આવા બિલ્ડરો સામે કાર્યવાહી..? સરકારી ખરાબાની જમીનમાં રોડ બનાવ્યો ..? કલાલી રોડ પર આવેલી વિશેન્જા હાઇડેક સોસાયટીના બિલ્ડર દ્વારા સરકારી ખરાબાની જમીન માં રોડ બનાવામાં આવ્યો છે.તેવા આક્ષેપ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે.તાજેતરમાં રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સરકારી જમીન પરના દબાણ સામે આક્રમણ વ્યૂહ અપનાવીને લેન્ડ ગ્રેબિંગ લાગુ પાડવા માટે રાજ્યભરના જિલ્લા કલેક્ટર ને સૂચનાઓ આપવામાં આવી છે.અને આ અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. નર્મદા કેનાલ ને તોડી પાર્કિગ માટેની જગ્યા ઉભી કરાઈ..? ખેડૂતો ને ખેતીમાં પાણી ની તકલીફ ના ઉભી થાય એ માટે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલ ની લાઇન નાખવામાં આવી હતી પરંતુ બ...

કલેક્ટરશ્રીની પ્રેરણાથી તરસાલી આઇટીઆઇમાં વ્યક્તિત્વ વિકાસનો તાલીમ વર્ગ યોજાયો અને ૧૩૮ છાત્રોને મળી નોકરી

છબી
સરકારી સંસ્થાનોની કાર્યશૈલીમાં એક સામાન્ય પણ, રચનાત્મક પરિવર્તનથી કેટલા સુંદર પરિણામો આવી શકે છે ? તેનું ઉદાહરણ આપતી તરસાલી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરકારી સંસ્થાનોમાં કાર્યશૈલીમાં એક સામાન્ય પણ, રચનાત્મક પરિવર્તનથી કેટલા સુંદર પરિણામો આવી શકે છે ? તેનું ઉદાહરણ તરસાલી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ પૂરૂ પાડ્યું છે. અહીં ચાલતા લાંબા ગાળાના વિવિધ અભ્યાસક્રમોના છેલ્લા વર્ષના છાત્રોને વ્યક્તિત્વ વિકાસની તાલીમ આપવામાં આવ્યા બાદ તેના પ્લેસમેન્ટનું પ્રમાણ વધ્યું છે. થોડા સમય પહેલા એક આઇટીઆઇના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ત્યાં ગયેલા કલેક્ટર શ્રી અતુલ ગોરે એક પ્રેરક સૂચન કર્યું. સૂચન એવું હતું કે, આઇટીઆઇના છાત્રોને અભ્યાસની સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ઇન્ટરવ્યુની પણ તાલીમ આપવી જોઇએ. જેથી આઇટીઆઇના છાત્રો મલ્ટીનેશનલ નેશનલ કંપની દ્વારા યોજાતા કેમ્પસ ઇન્ટરવ્યુ સારી રીતે ફેસ કરી શકે. કલેક્ટરશ્રીના આ સૂચનને તરસાલી આઇટીઆઇ દ્વારા વધાવી લેવામાં આવ્યું. આઇટીઆઇ દ્વારા લાંબા ગાળાના અભ્યાસ ક્રમોના ૪૦૦ જેટલા છાત્રોને ૧૫ દિવસના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્...

વડોદરા : ડભોઈના તરસાણા ગામે મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો

છબી
હાલ વરસાદને પગલે નદી નાળાઓ અને તળાવમાં મગર આવી જવાની ઘટના બનતી હોય છે તેવામાં આજે એક 4 ફૂટનો મગર વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તરસાણા ગામના નવીનગરી વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. જેને કારણે નવીનગરી વિસ્તારમાં લોકોમાં ડર વ્યાપી ગયો હતો. આ મગર નીકળવાની જાણ ડભોઈના એક ફાઉન્ડેશનને કરવામાં આવી હતી. ડભોઇ વન વિભાગના આર.એફ.ઓ.ના માર્ગ દર્શન હેઠળ ફાઉન્ડેશનના યુવકોએ સ્થળ ઉપર જઇ મગરનું રેસ્ક્યું કર્યું હતું. મગરને પકડી લેતા સ્થાનિક લોકો રાહતનો શ્વાસ લીધો હતો. જોકે મગર જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા. મગરનું રેસ્ક્યું કરી મગરને વન વિભાગને સોંપી દેતા વન વિભાગ દ્વારા મગરને રહેણાક વિસ્તારથી દુર છોડી મુકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

વડોદરા ફતેગંજમાં આવેલી હિલ મેમોરિયલ સ્કૂલની નજીક ખાનગી ટ્રસ્ટની દિવાલ ધરાશાયી થઇ

છબી
પ્રાપ્ત વિગતો અનુસાર ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે આવેલા બ્રિજથી સેફ્રોન ટાવર તરફ જતા માર્ગ પર આ બનાવ બન્યો હતો. જેમાં મુખ્ય રોડની બાજુમાં આવેલી પ્રાઈવેટ કંપાઉન્ડની દિવાસ વરસાદના કારણે ધરાશાયી થઈ છે. મહત્વનું છે કે આ કંપાઉન્ડની નજીકમાં જ હિલ મેમોરિયલ હાઈસ્કૂલ આવેલી છે. જેમાં 700થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળા સવારે 7.30 વાગ્યે શરૂ થતી હોવાથી વહેલી સવારથી જ અહિંયા બાળકોની અવરજવર જોવા મળે છે. જોકે સવારે 6 વાગ્યે આ દિવસ ધરાશાયી થઈ હતી. જેથી કોઈ પણ બાળક કે અન્ય કોઈને ઈજા પહોંચી ન હતી.આ વિશે કંપાઉન્ડના ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે, કંપાઉન્ડની દિવાલ અંદાજે 25થી 30 વર્ષ જૂની છે. છેલ્લા ઘણા સમયથી તે જર્જરીત હાલતમાં હતી. જેથી અમે નક્કી કર્યું હતું કે જૂની દિવાલ તોડીને અહિંયા નવી દિવાલ બનાવવામાં આવશે. પરંતુ વરસાદના કારણે આ કામગીરી અટકી ગઈ હતી. અને તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે આજે વહેલી સવારે 6 વાગ્યે આ દિવાલ પડી ગઈ છે. વરસાદને કારણે આશરે 200 મીટર જેટલી દિવાલ ધરાશાહી થઈ છે. જોકે આ સમયે કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટા જાનહાની ટળી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ...

દર્દનાક કિસ્સો : યુટ્યુબ પર વ્યુઝ નથી આવી રહ્યા, પરેશાન છોકરાએ ત્રીજા માળેથી કૂદીને કરી આત્મહત્યા

છબી
આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર વ્યુ અને લાઈક્સ મેળવવા માટે કોઈપણ હદ સુધી જાય છે. સોશિયલ મીડિયાનું આ વ્યસન ક્યારેક ઘણું નુકસાનકારક સાબિત થાય છે. આવો જ એક દર્દનાક કિસ્સો તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં યુટ્યુબ ચેનલ પર ઓછા વ્યૂઝના કારણે 23 વર્ષના એક છોકરાએ ત્રણ માળેથી કૂદીને આત્મહત્યા કરી છે. યુટ્યુબ ચેનલ પર વ્યુઝ ન મળવાથી ચિંતિત પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ IIITM ગ્વાલિયરમાં અભ્યાસ કરતો હતો. તેણે ગુરુવારે સવારે હૈદરાબાદમાં રહેણાંક મકાનના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. સૈદાબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે તે તેની યુટ્યુબ ચેનલ પર વ્યુઅરશિપના અભાવ અને માતા-પિતાને કારકિર્દી સંબંધિત સલાહ ન આપવાથી નિરાશ છે. પોલીસે ગુનો નોંધ્યો હતો અધિકારીના જણાવ્યા અનુસાર યુવક અહીં એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને હાલમાં તે માત્ર ઓનલાઈન ક્લાસ દ્વારા જ અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી તેની યુટ્યુબ ચેનલ પર વીડિયો ગેમ સંબંધિત સામગ્રી અપલોડ કરતો હતો. પોલીસે કેસ નોંધી...

શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આધેડ ટેમ્પોચાલક દ્વારા ચાઈનીઝ અને પાણીપુરી ખવડાવવાની લાલચે કિશોરી પર બળાત્કારનો પ્રયાસ

છબી
    આલમગીર ગામે પેસેન્જર છગડા ચાલક દ્વારા 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા બાળકી એ ઘરે આવી ને માતાને જાણ કરતા વરણામાં પોલીસ ને જાન કરવામાં આવી હતી.. આલમગીર ગામ માં રાહતો અને છકડો ચલાવતો મુકેશ ઠાકોર પોતાના જ ગામ માં રહેતી એક 11 વર્ષીય બાળકી ને પાણીપુરી તેમજ ચાઈનીઝ ખવડવાની લાલચ આપી બાળકી ને આલમગીર અને સુંદરપુરા વચ્ચે આવેલા એક પેટ્રોલ પંમ પાસે અંધારામાં છકડો ઉભો રાખી બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા અને બાળકી ને જણાવ્યુ કે જો તું કોઈને કહીશ તો તારા માતા પિતા ને મારી નાખીશ એવી ધમકી આપી હતી ત્યાર બાદ બાળકી ને ઘરે પરત ઉતારી બાળકી એ માતા ને જાણ કરતા વરણામાં પોલીસ મથકે આ યુવક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને વરણામાં પોલીસ દ્વારા મુકેશ ઠાકોર ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે

વરસાદે વિરામ લેતા કારવણ રેલવેનું ગળનારું ખાલી થયું પૂનઃ વાહનવ્યવહાર ચાલુ થયો.

છબી
            કારવણ રેલવેનો અંડરપાસમાં વાહનવ્યવહાર ચાલુ થયો ● પાણી ભરાઈ જતા બંધ કરવામાં આવ્યો હતો અંડરપાસ ● બે ફાઇટર મશીન મૂકી પાણી ઉલેચવામાં આવ્યું ● આજે પુનઃ વાહનવ્યવહાર ચાલુ થયો વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેને પગલે અનેક ગામોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ડભોઇ તાલુકાના કાયાવ્હોરણ ગામે વરસાદી પાણી ભરાતા અનેક લોકો ફસાયા હતા.કરજણ અને ડભોઇ ને જોડતી નવીન રેલવે લાઇન ના કામને પણ આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.ત્યારે રેલવે મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરાયેલા અંડરપાસ માં 12 ફૂટ સુધીના વરસાદી પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.. કાયાવ્હોરણ ના રહીશો દ્વારા ઓવરબ્રિજ ની માંગણી કરવામાં આવી હતી પરંતુ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો જેમાં ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદ ને પગલે પાણી ભરાઈ જવાથી કાયાવ્હોરણ થી પોર તરફ જતો મુખ્યમાર્ગ પર આ રેલવેનો અંડરપાસ આવેલો હોવાના કારણે તેમાં 12 ફૂટ જેટલુ પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર બંધ થયો હતો અને સાધલી થી વડોદરા તરફ આવતા વાહનચાલકો ને વાયા કરજણ થઈ ને વડોદરા આવવાનો વારો આવ્યો હતો.. જયારે આજે વરસા...

વડોદરાના કમાટી બાગ ઝૂમાં પાણીથી પ્રાણીઓને સુરક્ષિત રાખવા પાંજરાના પ્લેટફોર્મ ઉંચાં કર્યા

છબી
#vadodara #kamatibaag #vadodaracity વડોદરા શહેરમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે ઝૂ માં નાના નાના પ્રાણીઓ ને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝર માં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યા છે આ ગામની બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે એ ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં 1100 જેટલા પ્રાણીઓ પક્ષીઓ છે પૂરની પરિસ્થિતિ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં જાનવરો ને નુકસાન ન પહોંચે તે માટેની વ્યવસ્થા કરાય છે જેમાં નાના પ્રાણીઓ જેવા કે જમીનની કાચબા, સસલા અને શાહૂડી ના પાંજરા અને એન્ગલોઝર માં પ્લેટફોર્મ ઉંચા કરવામાં આવ્યા છે સદનસીબે હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ નથી ઝુ માં ખાસ સ્ટેડબાય પિંજર ઓ રાખવામાં આવ્યા છે વરસાદને કારણે પુરવઠો ન મળવાની સ્થિતિઓમાં તેમની પાસે પ્રાણીઓ માટે પૂરતો ખોરાક નો સંગ્રહ કરી રાખ્યો છેવડોદરા શહેરમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે ઝૂ માં નાના નાના પ્રાણીઓ ને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝર માં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યા છે આ ગામની બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે એ ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં 1100 જેટલા પ્રાણીઓ પક્ષીઓ છે પૂરની પરિસ્થિતિ કમાટીબાગમાં...

ડભોઈની પટેલ સમાજની વાડી ખાતે વંદે ગુજરાત યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું

છબી
સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ડભોઇ દર્ભાવતિ ખાતે ગુજરાતી યાત્રા રથ નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે વંદે ગુજરાત રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નગર ખાતે દર્ભાવતિ વિસ્તારના વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા નગરજનો હાજર રહ્યા હતાસમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ડભોઇ દર્ભાવતિ ખાતે ગુજરાતી યાત્રા રથ નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે વંદે ગુજરાત રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નગર ખાતે દર્ભાવતિ વિસ્તારના વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે...

વડોદરા શહેરના ફતેગંજ બ્રિજના 20 પીલરો પર 75 સ્વાતંત્ર્ય સેનાનીઓ ઓના ચિત્રો દોરવામાં આવશે

છબી
વડોદરા શહેરના ફતેગંજ બ્રિજના 20 કિલો ઉપર 75 સેનાનીઓના ચિત્રો દોરાશે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર 75 દેશભક્તોને સ્મરણાંજલિ આપવાનું પાલિકાએ નક્કી કર્યું છે જે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફતેગંજ ફ્લાય ઓવર બ્રિજની નીચેના વિષયો ઉપર 18,750 ચોરસ ફૂટ જગ્યામાં 75 સ્વાતંત્ર્ય સેનાનીઓ ના ચિત્રો તો રાશિ અને ત્રણ સ્થળે આઝાદી ચળવળની થીમ વિશે સ્કલ્પચર પણ લોકભાગીદારીથી ઉભા કર્યા છે જેની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઇન્ડિયા મેયર કોન્ફરન્સમાં સૂચન કર્યું હતું કે શહેરના જાહેર રસ્તા બાગ બગીચા બ્રિજ જેવા સ્થળ પર આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે શુશોભન કરવું જોઈએ જેના પગલે વડોદરા પાલિકાએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું યોગદાન આપનાર દેશભક્તો ના જીવન ચરિત્ર અને તેમણે કરેલા પ્રશ્નો નાગરિક સુધી પહોંચે તે માટે દેશદાઝ જગાડવા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અરે દેશભક્તો એ પોતાના વિચારોને કવિતાઓ દ્વારા ભારતીય સમાજમાં જાગૃતિ ફેલાવીએ સૌના પ્રતિનિધિ તરીકે 75 પ્રેરણાત્મક દેશભક્તોને અંજલિ રૂપે એક નવતર સ્મારક નું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં...