તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરા ફતેગંજમાં આવેલી હિલ મેમોરિયલ સ્કૂલની નજીક ખાનગી ટ્રસ્ટની દિવાલ ધરાશાયી થઇ


પ્રાપ્ત વિગતો અનુસાર ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે આવેલા બ્રિજથી સેફ્રોન ટાવર તરફ જતા માર્ગ પર આ બનાવ બન્યો હતો. જેમાં મુખ્ય રોડની બાજુમાં આવેલી પ્રાઈવેટ કંપાઉન્ડની દિવાસ વરસાદના કારણે ધરાશાયી થઈ છે. મહત્વનું છે કે આ કંપાઉન્ડની નજીકમાં જ હિલ મેમોરિયલ હાઈસ્કૂલ આવેલી છે. જેમાં 700થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળા સવારે 7.30 વાગ્યે શરૂ થતી હોવાથી વહેલી સવારથી જ અહિંયા બાળકોની અવરજવર જોવા મળે છે. જોકે સવારે 6 વાગ્યે આ દિવસ ધરાશાયી થઈ હતી. જેથી કોઈ પણ બાળક કે અન્ય કોઈને ઈજા પહોંચી ન હતી.આ વિશે કંપાઉન્ડના ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે, કંપાઉન્ડની દિવાલ અંદાજે 25થી 30 વર્ષ જૂની છે. છેલ્લા ઘણા સમયથી તે જર્જરીત હાલતમાં હતી. જેથી અમે નક્કી કર્યું હતું કે જૂની દિવાલ તોડીને અહિંયા નવી દિવાલ બનાવવામાં આવશે. પરંતુ વરસાદના કારણે આ કામગીરી અટકી ગઈ હતી. અને તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે આજે વહેલી સવારે 6 વાગ્યે આ દિવાલ પડી ગઈ છે. વરસાદને કારણે આશરે 200 મીટર જેટલી દિવાલ ધરાશાહી થઈ છે. જોકે આ સમયે કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટા જાનહાની ટળી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે મકાનો અને દિવલ ધરાશાયી થવાના બનાવો સામે આવી રહ્યા છે. કેટલીક વખતા આવા બનાવોને પગલે લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. જોકે આ ઘટનામાં બાળકોનો કુદરતી બચાવ થયો છે. જો આ દિવસા શાળાના સમય દરમિયાન પડી હોત તો ઘણા બાળકોને ઈજા પહોંચતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર