તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરા : ડભોઈના તરસાણા ગામે મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો


હાલ વરસાદને પગલે નદી નાળાઓ અને તળાવમાં મગર આવી જવાની ઘટના બનતી હોય છે તેવામાં આજે એક 4 ફૂટનો મગર વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તરસાણા ગામના નવીનગરી વિસ્તારમાં જોવા મળતા લોકોમાં ભય ફેલાયો હતો. જેને કારણે નવીનગરી વિસ્તારમાં લોકોમાં ડર વ્યાપી ગયો હતો. આ મગર નીકળવાની જાણ ડભોઈના એક ફાઉન્ડેશનને કરવામાં આવી હતી. ડભોઇ વન વિભાગના આર.એફ.ઓ.ના માર્ગ દર્શન હેઠળ ફાઉન્ડેશનના યુવકોએ સ્થળ ઉપર જઇ મગરનું રેસ્ક્યું કર્યું હતું. મગરને પકડી લેતા સ્થાનિક લોકો રાહતનો શ્વાસ લીધો હતો. જોકે મગર જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા. મગરનું રેસ્ક્યું કરી મગરને વન વિભાગને સોંપી દેતા વન વિભાગ દ્વારા મગરને રહેણાક વિસ્તારથી દુર છોડી મુકવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર