તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

કરજણ સેવાસદન ચોકડી પર અકસ્માત,ટ્રેલરની અડફેટે બાઈકચાલક નું મો-ત

કરજણ પાસે આવેલી સેવાસદન ચોકડી પર ગતરાત્રે અકસ્માત સર્જાયો હતો.બાઈકસવાર દંપતિ ને ટ્રેલર ચાલકે અડફેટે લેતા બાઈકચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ તેઓના પત્નિ ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે કરજણ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે ગતસાંજે કરજણ ખાતે આવેલી સેવાસદન ચોકડી પર ચા ની લારી ચલાવતા શૈલેષભાઈ બેચરભાઈ તડવી ઉંવર્ષ આશરે ૪૦ રહે.કંડારી ગામ અને તેઓના ધર્મપત્ની શનીબેન શૈલેષભાઇ તડવી કરજણ સેવાસદન ચોકડી પાસે ચા ની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા.ગતસાંજે પોતાનો ચા નો ગલ્લો બંધ ઘરે પરત જતા સમયે ટ્રેલર ચાલકે તેઓને અડફેટે લીધા હતા.જેમાં શૈલેષભાઇ તડવી નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને તેઓના પત્ની ને ડાબા પગ ના ભાગે ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે મોકલી આપ્યા હતા.



બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી ટ્રેલર ચાલકની ધરપકડ કરી હતી અને શૈલેષભાઇ ના મૃતદેહ ને પોસમોટમ અર્થે કરજણ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કરજણ સેવાસદન ચોકડી પર અવારનવાર અકસ્માતો ની ઘટના બની રહી છે.તંત્રને વારંવાર વાર રજુઆત કરવા છતાં કોઈપણ યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી.ગત ૨૫મી જુલાઈ ના રોજ બે અકસ્માત સર્જાયા હતા જેમાં કરજણ જુના બજાર સજ્જન પાર્ક ખાતે રહેતા એક ૧૬ વર્ષીય યુવક નું મોત નીપજ્યું હતું.એજ સાંજે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બંન્ને કાર ચાલકોને ઇજાઓ પહોંચી હતી.
કરજણ સેવાસદન ચોકડી બંધ કરવા કરજણ નગરજનોની લોકમાંગ ઉઠવા પામી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર