તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરા કલાલી ખાતે નિર્માણ પામેલી વિશેન્જા હાઇડેક સોસાયટી ના બિલ્ડર દ્વારા સરકારી જગ્યા પર ગ્રેબિંગ કર્યા હોવાના જાગૃતનાગરિક ના આક્ષેપો



નર્મદા નિગમ ની કેનાલ ને તોડીને પોતાના સ્વાર્થ માટે ઉભું કરાયું પાર્કિંગ..?
● લોકચર્ચા ..આ નર્મદા કેનાલ ની લાઇન તોડવા માટે કોને આપી આ બિલ્ડર ને પરવાનગી...?
● જાગૃત નાગરિકે કર્યો મોટો ખુલાસો...!
● સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદેસર મંડળી ઉભી કરી નક્કી કરવામાં આવ્યો નર્મદા કેનાલ ને તોડવાનો નિર્ણય...?
● જાગૃત નાગરિક દ્વારા કલેકટર ને ઓનલાઈ ફરિયાદ થકી જાણ કરાઈ
● શું જવાબદાર અધિકારીઓ કરશે આવા બિલ્ડરો સામે કાર્યવાહી..?

સરકારી ખરાબાની જમીનમાં રોડ બનાવ્યો ..?

કલાલી રોડ પર આવેલી વિશેન્જા હાઇડેક સોસાયટીના બિલ્ડર દ્વારા સરકારી ખરાબાની જમીન માં રોડ બનાવામાં આવ્યો છે.તેવા આક્ષેપ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે.તાજેતરમાં રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સરકારી જમીન પરના દબાણ સામે આક્રમણ વ્યૂહ અપનાવીને લેન્ડ ગ્રેબિંગ લાગુ પાડવા માટે રાજ્યભરના જિલ્લા કલેક્ટર ને સૂચનાઓ આપવામાં આવી છે.અને આ અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.

નર્મદા કેનાલ ને તોડી પાર્કિગ માટેની જગ્યા ઉભી કરાઈ..?

ખેડૂતો ને ખેતીમાં પાણી ની તકલીફ ના ઉભી થાય એ માટે નર્મદા નિગમ દ્વારા માઇનોર કેનાલ ની લાઇન નાખવામાં આવી હતી પરંતુ બિલ્ડર રાજ ચાલતું હોવાના કારણે વિશેન્જા હાઇડેકના બિલ્ડર દ્વારા નર્મદા કેનાલ ને સંપૂર્ણ પને તોડી નાખવામાં આવી છે અને ત્યાં પોતાના સ્વાર્થ માટે પાર્કિંગ ની જગ્યા તેમજ રોડ બનાવી દેવામાં આવ્યો છે.જે તસવીરો માં સ્પષ્ટ જોઈ શકાય છે.

જાગૃત નાગરિકે એ કર્યો મોટો ખુલાસો..!

 જતીન નથવાણી દ્વારા આ સમગ્ર પ્રકરણની માહિતી મેળવી જાણવામાં મળ્યું કે કલાલી પાસે આવેલી વિશેન્જા હાઇડેક સોસાયટી ના બિલ્ડર દ્વારા સરકારી ખરાબાની જમીન પર જે નર્મદા નિગમ ની કેનાલ આવી હતી એને બિલ્ડર દ્વારા તોડી નાખવામાં આવી છે.અને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા સોસાયટીના રહીશો માટે ઉભી કરી દેવામાં આવી છે.આ અંગે જતીન નથવાણી દ્વારા કલેકટર તેમજ નર્મદા નિગમના અધિકારીઓને ઓનલાઈ તેમજ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

આ સમગ્ર વિષયમાં હવે જોવાનું એ છે કે જવાબદાર અધિકારીઓ આવા ભુમાફિયા બિલ્ડરો સામે શું કાર્યવાહી  કરશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર