તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

ડભોઈની પટેલ સમાજની વાડી ખાતે વંદે ગુજરાત યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું

સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ડભોઇ દર્ભાવતિ ખાતે ગુજરાતી યાત્રા રથ નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે વંદે ગુજરાત રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નગર ખાતે દર્ભાવતિ વિસ્તારના વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા નગરજનો હાજર રહ્યા હતાસમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટીના વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ડભોઇ દર્ભાવતિ ખાતે ગુજરાતી યાત્રા રથ નું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે વંદે ગુજરાત રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નગર ખાતે દર્ભાવતિ વિસ્તારના વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ડભોઇ નગરપાલિકા પ્રમુખ કાજલબેન કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા નગરજનો હાજર રહ્યા હતા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

કરજણ ના કલ્લા ગામે ખેતરમાં પાણી નહીં આપવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ