તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

દર્દનાક કિસ્સો : યુટ્યુબ પર વ્યુઝ નથી આવી રહ્યા, પરેશાન છોકરાએ ત્રીજા માળેથી કૂદીને કરી આત્મહત્યા


આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર વ્યુ અને લાઈક્સ મેળવવા માટે કોઈપણ હદ સુધી જાય છે. સોશિયલ મીડિયાનું આ વ્યસન ક્યારેક ઘણું નુકસાનકારક સાબિત થાય છે. આવો જ એક દર્દનાક કિસ્સો તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં યુટ્યુબ ચેનલ પર ઓછા વ્યૂઝના કારણે 23 વર્ષના એક છોકરાએ ત્રણ માળેથી કૂદીને આત્મહત્યા કરી છે.

યુટ્યુબ ચેનલ પર વ્યુઝ ન મળવાથી ચિંતિત

પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ IIITM ગ્વાલિયરમાં અભ્યાસ કરતો હતો. તેણે ગુરુવારે સવારે હૈદરાબાદમાં રહેણાંક મકાનના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. સૈદાબાદ પોલીસ સ્ટેશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં વિદ્યાર્થીએ લખ્યું છે કે તે તેની યુટ્યુબ ચેનલ પર વ્યુઅરશિપના અભાવ અને માતા-પિતાને કારકિર્દી સંબંધિત સલાહ ન આપવાથી નિરાશ છે.

પોલીસે ગુનો નોંધ્યો હતો

અધિકારીના જણાવ્યા અનુસાર યુવક અહીં એક એપાર્ટમેન્ટમાં રહેતો હતો અને હાલમાં તે માત્ર ઓનલાઈન ક્લાસ દ્વારા જ અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી તેની યુટ્યુબ ચેનલ પર વીડિયો ગેમ સંબંધિત સામગ્રી અપલોડ કરતો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર