તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આધેડ ટેમ્પોચાલક દ્વારા ચાઈનીઝ અને પાણીપુરી ખવડાવવાની લાલચે કિશોરી પર બળાત્કારનો પ્રયાસ

 

  આલમગીર ગામે પેસેન્જર છગડા ચાલક દ્વારા 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા બાળકી એ ઘરે આવી ને માતાને જાણ કરતા વરણામાં પોલીસ ને જાન કરવામાં આવી હતી.. આલમગીર ગામ માં રાહતો અને છકડો ચલાવતો મુકેશ ઠાકોર પોતાના જ ગામ માં રહેતી એક 11 વર્ષીય બાળકી ને પાણીપુરી તેમજ ચાઈનીઝ ખવડવાની લાલચ આપી બાળકી ને આલમગીર અને સુંદરપુરા વચ્ચે આવેલા એક પેટ્રોલ પંમ પાસે અંધારામાં છકડો ઉભો રાખી બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા અને બાળકી ને જણાવ્યુ કે જો તું કોઈને કહીશ તો તારા માતા પિતા ને મારી નાખીશ એવી ધમકી આપી હતી ત્યાર બાદ બાળકી ને ઘરે પરત ઉતારી બાળકી એ માતા ને જાણ કરતા વરણામાં પોલીસ મથકે આ યુવક વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને વરણામાં પોલીસ દ્વારા મુકેશ ઠાકોર ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર

કરજણ ના કલ્લા ગામે ખેતરમાં પાણી નહીં આપવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી