તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

કરજણ નેશનલ હાઇવે ના ટોલ બુથ પર કરજણ તાલુકાના જાગૃત નાગરિકોએ વિવિધ મુદ્દાઓ સાથે લેખિત રજુવાત કરવામાં આવી


આજરોજ કરજણ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા નેશનલ હાઇવે નંબર 48 ના L&T ના ટોલપ્લાઝા પર ભેગા થઈ ને ઉગ્ર રજુવાત કરવામાં આવી છે.ટોલ પ્લાઝા ના અધિકારીઓ ને વિવિધ મુદ્દાઓના નિરાકરણ માટે સાત દિવસનું અલટીમેટમ આપવામાં આવ્યું છે.કરજણ તાલુકાના જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ટોલ ટેક્સ પર પહોંચતા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે કરજણ પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જાગૃત નાગરિકો દ્વારા વિવિધ મુદાઓના નિરાકરણ માટે રજુવાત કરાઈ..

● વડોદરા થી કરજણ સુધી નેશનલ હાઇવે પર પડી ગયેલા ખાડાનું સમારકામ પૂરું કરવામાં આવે.જેથી જાંબુવા થી બામણગામ સુધી થતા ટ્રાફિક ની સમસ્યા નું નિરાકરણ થાય
● કરજણમાં રહેતા તેમજ કરજણ તાલુકાના દરેક વાહનધારકો ને ટોલ મુક્ત કરો અથવા સર્વિસ રોડ બનાવી આપો 
●ઈમરજન્સી કોલિંગ બોક્સ અને ઇમરજન્સી ટોલફ્રી નંબર બેનરો સાથે થોડા થોડા અંતરે લગાવામાં આવે

આ ત્રણ મુદ્દાઓ ને લઈ ને આજે જાગૃત નાગરિકોએ ટોલ ટેક્સના અધિકારીઓ ને ઉગ્ર રજૂવાત કરવામાં આવી હતી અને જો આ સાત દિવસના  આપેલા અલટીમેટમ માં યોગ્ય નિરાકરણ નહીં આવેતો આવતા સોમવારે કરજણ તાલુકાના નાગરિકો ભેગા મળી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી..

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર