તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

ભાજપ નું દારૂબંધી વાળું ગુજરાત ..? જિલ્લા પંચાયતના સદસ્યના ઘરે જ દેશીદારૂનો વેપલો..?

કરજણ તાલુકાના ગામોમાં ચાલતી ભઠ્ઠાઓ તોડી પાડી
     
બોટાદ માં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડ માં અનેક પરિવાર ના સભ્યોએ ઝેરી કેમિકલ યુક્ત દેશીદારૂ પીવાના કારણે જીવ ગુમાવ્યા છે.જેને લઈને સમગ્ર રાજ્યમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.ત્યારે આજે કરજણ પોલીસ દ્વારા કરજણ તાલુકાના ગામડાઓમાં ચાલતી દેશીદારૂ ની ભઠ્ઠીઓ પર દરોડા પાડી તમામ દેશીદારૂ ની ભઠ્ઠીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. જેમાં કંડારી,ગંધારા,કરમડી,અનસતું જેવા અનેક ગામોની સીમમાં ચાલતી ભઠ્ઠાઓ તોડી પાડવામાં આવી હતી.
મોટી માત્રામાં વોશના જથ્થા નો નાશ કરાયો
           
ત્યારે કરજણ તાલુકાના સોમજ દેલવાડા ગામે ભાજપ પક્ષમાંથી ચોરંદા જિલ્લા પંચાયત બેઠક પરથી સદસ્ય તરીકે ચૂંટણી જીતેલા જેજ્ઞેશ વસાવા ના ઘરના વાળા માં ચાલતા દેશીદારૂ ના ભઠ્ઠાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે.
જિલ્લા પંચાયતના સદસ્યના વાળા માં ચાલતી ભઠ્ઠી
      
મળતી માહિતી મુજબ ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય જીજ્ઞેશ વસાવા ના ઘરે તેઓની પત્ની દ્વારા ખુલ્લેઆમ આ દેશીદારૂ નો અડ્ડો ચલાવામાં આવી રહ્યું હોવાનું પ્રકાશમાં આવતા કરજણ પંથક માં ચકચાર મચી જવા પામી છે.
         
તાજેતરમાં જ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ ભાજપના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મહિલા પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની હાજરીમાં ચિક્કાર પીધેલી હાલતમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી.અને કાર્યક્રમ દરમિયાન રશ્મિકાંત વસાવા લથડીયા ખાતા નજરે ચઢ્યા હતા.અને 24 કલાકમાં જ પ્રદેશ ભાજપે તેઓનું રાજીનામું લઈ લીધું હતું.

ત્યારે આજે ભાજપના જ જિલ્લા પંચાયતના સદસ્યના ઘરે દેશીદારૂ નો વેપલો ચાલી રહ્યો છે.તેવામાં હવે ભાજપ શુ કોઈ નક્કર નિર્ણય કરશે....?

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર