તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

રેસ્ક્યૂ:કરજણમાંથી મોડી રાત્રે મગરનું રેસ્ક્યૂ કરાયું

કરજણ ખાતે વિમલ નગર સોસાયટીમાં રાત્રે મગર આવી જતા                       વન વિભાગે તેનું રેસ્ક્યુ કર્યું હતું.

  • રિક્ષા ચાલકે મગરને રોડ ક્રોસ કરતા જોયો હતો
  • વિમલ નગર સોસાયટીમાંથી મગરને ઝડપી પડાયો
કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ વિમલ નગર સોસાયટીમાં મોડી રાત્રે મગર દેખાયો હતો. રાત્રે જ મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. એસટી ડેપોથી અણસતુ રોડ પર રાત્રે રિક્ષા ચાલકે મગરને રોડ ક્રોસ કરીને સોસાયટી વિસ્તારમાં જતા જોયો હતો અને જે સીધો વિમલ નગર સોસાયટીમાં ગુસી જવા પામ્યો હતો.

કરજણ નવા બજાર વિસ્તારમાં એસટી ડેપોથી અણસ્તૂ રોડ પર રાત્રે રિક્ષા ચાલકે એક મગરની રોડ ક્રોસ કરીને સોસાયટી વિસ્તારમાં જતા જોયો હતો. જે મગર નજીકમાં આવેલી વિમલ નગર સોસાયટીમાં રાત્રે ધુસી જવા પામ્યો હતો.

મોડી રાત્રે રહીશોને ખબર પડતાં મગરને ઝડપી પાડવા માટે વનવિભાગને જાણ કરીને મગરનું રેસ્ક્યુ કરાયું હતું. વનવિભાગ દ્વારા મગરને ઝડપી લઈને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો. આમ અગાઉ પણ રહેણાંક વિસ્તારમાં મગર ઘુસી આવવાના બનાવો બન્યા છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર