તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વડોદરા શહેરના ફતેગંજ બ્રિજના 20 પીલરો પર 75 સ્વાતંત્ર્ય સેનાનીઓ ઓના ચિત્રો દોરવામાં આવશે


વડોદરા શહેરના ફતેગંજ બ્રિજના 20 કિલો ઉપર 75 સેનાનીઓના ચિત્રો દોરાશે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર 75 દેશભક્તોને સ્મરણાંજલિ આપવાનું પાલિકાએ નક્કી કર્યું છે જે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફતેગંજ ફ્લાય ઓવર બ્રિજની નીચેના વિષયો ઉપર 18,750 ચોરસ ફૂટ જગ્યામાં 75 સ્વાતંત્ર્ય સેનાનીઓ ના ચિત્રો તો રાશિ અને ત્રણ સ્થળે આઝાદી ચળવળની થીમ વિશે સ્કલ્પચર પણ લોકભાગીદારીથી ઉભા કર્યા છે જેની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઇન્ડિયા મેયર કોન્ફરન્સમાં સૂચન કર્યું હતું કે શહેરના જાહેર રસ્તા બાગ બગીચા બ્રિજ જેવા સ્થળ પર આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે શુશોભન કરવું જોઈએ જેના પગલે વડોદરા પાલિકાએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનું યોગદાન આપનાર દેશભક્તો ના જીવન ચરિત્ર અને તેમણે કરેલા પ્રશ્નો નાગરિક સુધી પહોંચે તે માટે દેશદાઝ જગાડવા એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે અરે દેશભક્તો એ પોતાના વિચારોને કવિતાઓ દ્વારા ભારતીય સમાજમાં જાગૃતિ ફેલાવીએ સૌના પ્રતિનિધિ તરીકે 75 પ્રેરણાત્મક દેશભક્તોને અંજલિ રૂપે એક નવતર સ્મારક નું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર