તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

અકસ્માત - કરજણ સેવાસદન ચોકડી પાસે ટ્રક ના પૈડાં ફરી વળતા બાઈક ચાલકનું મોત

                 ટ્રક ના પૈડાં ફરી વળતા મૃતદેહની ગંભીર હાલત

નેશનલ હાઇવે નં 48 પર આજે સાંજ ના સમયે બાઈક સવાર ને ટ્રક એ અડફેટે લીધા બાદ તેના પર ટ્રક ના પૈડાં ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.નેશનલ હાઇવે 48 પર મુંબઈ થી વડોદરા તરફ આજે સાંજે કરજણ જુના બજાર પાસે આવેલા સજ્જન પાર્ક માં રહેતા ૧૬ વર્ષીય કરણભાઈ ઘનશ્યામભાઈ તડવી કરજણ સેવાસદન ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા.

તે દરમિયાન ત્યાંથી જતી ટ્રકે તેમને અડફેટે લીધા હતા.જેમાં
કરણભાઈ તડવી પર ટ્રક ના તોતિંગ પૈડાં ફરી વળતાં શરીરના અંગોનો ભેજો બોલી ગયો હતો.અને તેવો નું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

સાંજના સમયે બનેલા અકસ્માત ને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય હતા.ઘટનાની જાણ કરજણ પોલીસ ને થતા ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક ને પકડી પડવાના ચક્રોગતિમાન કર્યા હતા.અને મૃતદેહ ને પોસમોટમ માટે કરજણ સરકારી દવાખાને મોકલી આપ્યો હતો. 

          અકસ્માત સર્જેલ ટ્રક તેમજ ચાલક ને ઝડપી પાડ્યો

તો બીજી તરફ કરજણ પોલીસ દ્વારા પોર અને વરણામાં ની વચ્ચેથી જ ટ્રક ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો.કરજણ પોલીસે ટ્રક ચાલકને ટ્રક સહિત પોલીસ મથકમાં લઈ આવ્યા હતા.

           બે કાર વચ્ચે અકસ્માત બને કાર ને ભારે નુકસાન

આ સમગ્ર ઘટનાની તાપસ ચાલી રહી છે અને બીજી તરફ એજ સેવાસદન ચોકડી પર ફરી બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો.જેમાં સદ નસીબે બંને કાર ચાલકો ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને ફરી કરજણની સેવાસદન ચોકડી પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાય હતા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર

કરજણ ના કલ્લા ગામે ખેતરમાં પાણી નહીં આપવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી