તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!
![છબી](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh_x39dvjF8cWfTukPjajP53f6FxewMDEX7hJVvKr9Huq3EfMbA5pKJKGuElNr3R3OVNmm2mdKqoZdJP98UGggPTi6jcLPg4qLlm3BZ8vluJxkOiTUoiqTHIqoBGkwd4S7TdQoSiyKaSRv2pcMJHJY9CtiaH0SbRQzaG6-jPMzineFZWGB_OgiPopOj2Nqa/s320/828356362WhatsApp%20Image%202024-05-14%20at%203.15.43%20PM%20(1).jpeg)
સરકારી સંસ્થાનોની કાર્યશૈલીમાં એક સામાન્ય પણ, રચનાત્મક પરિવર્તનથી કેટલા સુંદર પરિણામો આવી શકે છે ? તેનું ઉદાહરણ આપતી તરસાલી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા
સરકારી સંસ્થાનોમાં કાર્યશૈલીમાં એક સામાન્ય પણ, રચનાત્મક પરિવર્તનથી કેટલા સુંદર પરિણામો આવી શકે છે ? તેનું ઉદાહરણ તરસાલી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ પૂરૂ પાડ્યું છે. અહીં ચાલતા લાંબા ગાળાના વિવિધ અભ્યાસક્રમોના છેલ્લા વર્ષના છાત્રોને વ્યક્તિત્વ વિકાસની તાલીમ આપવામાં આવ્યા બાદ તેના પ્લેસમેન્ટનું પ્રમાણ વધ્યું છે.
થોડા સમય પહેલા એક આઇટીઆઇના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે ત્યાં ગયેલા કલેક્ટર શ્રી અતુલ ગોરે એક પ્રેરક સૂચન કર્યું. સૂચન એવું હતું કે, આઇટીઆઇના છાત્રોને અભ્યાસની સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ઇન્ટરવ્યુની પણ તાલીમ આપવી જોઇએ. જેથી આઇટીઆઇના છાત્રો મલ્ટીનેશનલ નેશનલ કંપની દ્વારા યોજાતા કેમ્પસ ઇન્ટરવ્યુ સારી રીતે ફેસ કરી શકે. કલેક્ટરશ્રીના આ સૂચનને તરસાલી આઇટીઆઇ દ્વારા વધાવી લેવામાં આવ્યું.
આઇટીઆઇ દ્વારા લાંબા ગાળાના અભ્યાસ ક્રમોના ૪૦૦ જેટલા છાત્રોને ૧૫ દિવસના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. આ માટે શ્રી પ્રકાશ મોઢની મદદ મળી. તેઓ વ્યક્તિત્વ વિકાસની બાબતમાં નિષ્ણાંત છે અને તેમણે આ તાલીમ વર્ગ સાવ નિઃશુલ્ક કરવાની મદદ આપી. આ ૧૫ દિવસના તાલીમ વર્ગમાં આઇટીઆઇના છાત્રોને કેવી રીતે વાતચીત કરવી ? કેવી રીતે જવાબ આપવા ? ડ્રેસિંગ ઉપરાંત રિઝ્યુમે કેવી રીતે બનાવવો ? સહિતની બાબતોની સઘન તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ મળવાથી આઇટીઆઇના છાત્રોને પણ સારો લાભ થયો.
હવે થયું એવું કે, આ તાલીમ વર્ગ બાદ અને છેલ્લા બે દરમિયાન જેસીબી, એમજી મોટર્સ સહિતની વિવિધ મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા આઇટીઆઇમાં કેમ્પસ ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા. આનંદની વાત તો એ છે કે આ ઇન્ટરવ્યુમાં ૧૩૮ જેટલા તાલીમાર્થીઓને સારા પગારની નોકરી પણ મળી ગઇ. જે પૈકી ૬૪ જેટલા છાત્રોને જેસીબી અને એમજી મોટર્સમાં નોકરી લાગી ગઇ. આઇટીઆઇમાંથી અભ્યાસ કર્યા બાદ સીધી નોકરી મળવાથી છાત્રો અને તેના પરિવારમાં પણ ખુશી છવાઇ ગઇ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો