તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

માંજલપુર માં વિશ્વામિત્રી ના કિનારે કુદરતી હાજતે ગયેલા યુવાન પર મગરે મારી તરાપ ગંભીર ઇજાઓ પહોંચી


વડોદરા શહેરના માંજલપુર સનસીટી પાસે આવેલા ગણેશનગર ના પારસી બીસ્તા પાસે રહેતા યુવાન પર મગરે હુમલો કરતા તેને પીઠના ભાગે અને બંને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની હાલત નાજુક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્ત યુવાન

વડોદરા શહેરના વિશ્વામિત્રી કિનારે આવેલા ગણેશ નગરમાં રહેતા લાલભાઈ પ્રવીણભાઈ ઠાકોર ઉં 28 ત્યાં છેલ્લા ઘણા સમયથી રહે છે.ગતરોજ મંગળવારે સાંજે તેઓ વિશ્વામિત્રી કિનારે કુદરતી હાજતે ગયા હતા.તે વખતે નદી કિનારે મહાકાય મગરે તેઓ પર તરાપ મારી હતી.મગરની તરાપ માં તેઓના પીઠના ભાગે અને બંને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર હાથધરવામાં આવી હતી.

સમગ્ર બનાવની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા માંજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર

કરજણ ના કલ્લા ગામે ખેતરમાં પાણી નહીં આપવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી