તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!
વડોદરા શહેરના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદભાઈ પવારે જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રીના બે વાગ્યાની આસપાસ અમારી સંસ્થા પર ફોન આવ્યો હતો કે, વડોદરા સેન્ટ્રલ જેલમાં એક મગર આવી ગયો છે. આ ફોન આવતાની અમારી સંસ્થાના કાર્યકર અરુણ સૂર્યવંશી અને વડોદરા વનવિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈ ને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક અઢી ફૂટનો મગર દીવાલ પાસે જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્ટયું હતું કે, તમારા રહેણાંક વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોઇ પણ વન્યજીવ કે પ્રાણી દેખાય તો અમારા સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પ લાઇન નંબર ૯૯૭૪૫૫૪૪૬૬ , ૮૩૨૦૨૬૮૮૭૪ , ૯૫૫૮૩૫૫૭૮૩ પર ફોન કરી જાણ કરો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો