તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!
વડોદરા શહેર જીલ્લામાં અનેક વાર બુટલેગરો દ્વારા ખુલ્લેં શરાબના વેચાણ થતા હોવાના પુરાવા સામે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક પીઠબળથી બુટલેગરો બેફામ શરાબનો વેપલો કરે છે. જ્યાં સ્થાનિક પોલીસના કેટલાક જવાનોની પણ છત્રછાયા સામે આવે છે. થોડા સમય પહેલા પાદરા તાલુકામાં બુટલેગરને હાજર કરાવવા સાહેબ વતી રૂપિયા માંગતો એક પોલીસ જવાનનો ઓડિયો ખુદ બુટલેગરે વાયરલ કર્યો હતો. જોકે આવા અનેક કિસ્સા ભૂતકાળમાં નોંધાયેલા છે.
સ્થાનિક પોલીસની ધાક હોય તો સ્વાભાવિક પણે બુટલેગરો આટલા બેફામ ક્યારેય ન થાય ! જોકે જીલ્લા LCB સહીત એજન્સીઓ આવી ગેરકાયદે પ્રવૃતિઓ ડામવા સતત કાર્યરત રહે છે. આવા સમયે કરજણ તાલુકાના કંડારી ગામે બુટલેગર દ્વારા બેફામ રીતે વિદેશી શરાબનું વેચાણ કરતો વિડીયો સામે આવ્યો છે.જ્યાં
મહિલા બુટલેગર વોડકાની મોટી બોટલ માંથી શરાબીને જરૂર પડે એટલો શરાબ નાની બોટલમાં કાઢી આપે છે. શરાબની નાની બોટલને માપીયા તરીકે ઉપયોગ કરે છે. જયારે શરાબ કાઢી આપ્યા બાદ રૂપિયા પણ સ્વીકારે છે. વિડીયો સામે આવ્યા બાદ કરજણ પોલીસની કામગીરી પર અનેક શંકાઓ ઉભી થાય છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો