તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર








મારેઠા ગામે રહેતા અજય ઉદેસિંહ રાઠોડિયા ગત તા 5/10/22 ના રોજ ઘરે થી કોઈપણ જાતની જાણ કર્યા વગર નિકળી ગયા હતા.પરિવારના સભ્યો દ્વારા સગા સંબંધીમાં અને આસપાસના ગામોમાં  ભારે શોધખોળ બાદ પણ તેઓનો પત્તો લાગ્યો ન હતો.જ્યારે આજે સવારે મારેઠા ગામના સ્મશાન પાસે આવેલી ઝાડી ઝાંખરમાં ભારે દુર્ગન્ધ આવતા ગામ લોકોએ દુર્ગન્ધ વાળી જગ્યાએ ચેક કરતા લટકતી હાલતમાં ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો.ત્યારબાદ આ વાતની જાણ વાયુવેગે ગામમાં ફરતા લોકટોળાં એકત્રિત થઈ ગયા હતા.

સમગ્ર ઘટના ની જાણ ગામના નગરજનો દ્વારા મકરપુરા પોલીસને કરતા મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.

મૃતકના મામા ના જણાવ્યા પ્રમાણે દશેરાના દિવસ થી ગુમ અજયભાઈ કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો.આજે ગામના લોકોએ જાણ કરતા અમે અહીં દોડી આવ્યા હતા.અને મૃતદેહ ને જોતાં જ અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એમ લાગ્યું હતું...

લોકચર્ચા :- જો અજયભાઇ ઉદેશીંહ રાઠોડિયા દ્વારા આત્મહત્યા કરી તો એના મૃતદેહ ને નીચેથી સળગાવ્યો કોને..અજય ભાઈ રાઠોડિયા ની હત્યા થઈ હોય એવું લાગી રહ્યું છે ,ગ્રામજનો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી