તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી


વિશ્વ હિન્દુ પરિષદ કરજણ ના કાર્યકર્તા અજય ઠાકોર ને ખાનગી માણસો દ્વારા બાતમી મળી હતી કે ગરાડી ગામ માંથી પાંચ જેટલા મૂંગા પશુઓ એક પીકઅપ વાન માં ભરી ને ભરૂચ જિલ્લા ના વિલાયત ગામે લઈ જનાર છે તો અજય ઠાકરો તેમજ એમની ટિમ વોચ માં હતી એ સમય દરમિયાન પશુ ભરેલું પિકઅપ વાન આવતા ગૌ રક્ષકોએ વાહન ઉભું રાખવાનું કહેતા વાન ચાલક ત્યાં થી નાસી છૂટ્યો હતો ત્યારે અજય ઠાકોર તેમજ તેમની ટિમ દ્વારા પિકઅપ વેનનો ફિલ્મી ઢબે પીછો કરી દીવી ગામની કેનાલ પાસે પિકઅપ વેન ઉભી રાખી ને જોતા અંદરથી પાંચ જેટલા મુંગા પશુઓ મળી આવ્યા હતા પશુ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જાવ છો તેની પૂછતાછ કરતા ભરૂચ પાસે આવેલા વિલાયત ગામે કતલ ખાને લઈ જવાનું સામે આવ્યું હતું ગૌ રક્ષકોએ કરજણ પોલીસ બોલાવી પિકવેન તેમજ ચાલક ને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર

કરજણ ના કલ્લા ગામે ખેતરમાં પાણી નહીં આપવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ