તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!
![છબી](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh_x39dvjF8cWfTukPjajP53f6FxewMDEX7hJVvKr9Huq3EfMbA5pKJKGuElNr3R3OVNmm2mdKqoZdJP98UGggPTi6jcLPg4qLlm3BZ8vluJxkOiTUoiqTHIqoBGkwd4S7TdQoSiyKaSRv2pcMJHJY9CtiaH0SbRQzaG6-jPMzineFZWGB_OgiPopOj2Nqa/s320/828356362WhatsApp%20Image%202024-05-14%20at%203.15.43%20PM%20(1).jpeg)
![]() |
તલવારો તેમજ ધારીયા જેવા હથિયારો વડે હુમલો |
કરજણ તાલુકા માં આવેલ કલ્લા ગામે મુસ્લિમ યુવાનોએ ખેતરમાં પાણી આપવાનું ના કહેતા મામલો ગરમાયો હતો.જેમાં બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાતા અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
![]() |
પરિવાર ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે મોકલ્યા |
પોલીસ ફરિયાદ મુજબ કરજણ તાલુકાના કલ્લા ગામે રહેતા ઉમેશ અંબાલાલ પાટણવાડિયા ઉં 36 ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.તા 5 ના રોજ તેવો ને પોતાના ખેતરમાં પાણી લેવાનું હોવાથી તેઓએ રાજુ ભાઈ ઉર્ફે માસ્તર અબ્દુલભાઇ ચૌહાણ ના છોકરા જામીર ને ટેલિફોનિક વાત કરી પાણી લેવા બાબતે જાણ કરી હતી અને જામીર દ્વારા પણ પાણી આપીશું એવી ખાતરી આપવામાં આવી હતી.પરંતુ આ માસ્તર અબ્દુલભાઇ ચૌહાણની પાણી ની લાઇન રફીક અહેમદ જાદવ ની જગ્યામાં થી પસાર થતી હોય તેથી રફીક તમને પાણી આપવાની ના પાડે છે એમ જણાવ્યું હતું.તા 6 ના રોજ રફીક કોઈના ચડાવ્યાં થી ઉમેશ ભાઈ ના ફળિયામાં મારક હથિયારો સાથે તેના સાગરીતો સાથે રાખી ધસી આવતા મામલો બીચક્યો હતો જેમાં ઉમેશ ભાઈ ના પરિવાર પર જીવલેણ હુમલો થતા તેઓને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.સમગ્ર ઘટના ની જાન કરજણ પોલીસ ને કરતા બને પક્ષ ની સામ સામે ફરિયાદ લઈ આગળ ની તપાસ હાથધરી હતી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો