તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

વાઘોડિયા તાલુકાના અનેક ગામડાઓમાં દેશી શરાબની ફેક્ટરીઓ ફરી ધમધમી ઉઠી..?

 રાજ્યમાં એક તરફ કથિત લઠ્ઠાકાંડને લઈને ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વડોદરા જીલ્લામાં હજી અનેક સ્થળે અખાદ્ય પદાર્થો માંથી તૈયાર થતા દેશી શરાબની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે. જ્યારે પોલીસ જાણે અજાણ હોય તેવું વર્તન કરે છે.



બોટાદ અને અમદાવાદ જીલ્લામાં ગત મહિનાના અંતમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડ કે કેમિકલ કાંડ બાદ ગુજરાતની દંભી દારૂબંધી વિશ્વફલક પર ચમકી ઉઠી હતી. ન રોકી શકાય એવા શરાબના અડ્ડાઓ રાજ્યભરની પોલીસ શોધી કાઢી અને ગુન્હો દાખલ કરતી હતી. જેમાં વડોદરા જીલ્લા પોલીસે પણ મોટા પ્રમાણમાં દેશી શરાબની હાટડીઓ ચલાવતા બુટલેગરો સામે ગુન્હો નોંધ્યો હતો. સાથે એ પણ સાબિતી આપી હતી કે આ તમામ શરાબના અડ્ડાઓ ધમધમતા હતા પણ હવે લઠ્ઠાકાંડ થયો છે એટલે બંધ કરાવ્યા છે.

ભારે આલોચના વચ્ચે વડોદરા જીલ્લામાં દેશી શરાબની ફેકટરીઓ બંધ કરાવી દેવામાં આવી હતી. પણ જેમ જેમ બોટાદના કથિત લઠ્ઠાકાંડની સ્યાહી સુકાઈ રહી છે ત્યાં તો ફરી એક વાર જીલ્લામાં બિલાડીની ટોપની જેમ દેશી શરાબની મીની ફેકટરીઓ ધમધમી રહી છે. 

વાઘોડિયા તાલુકાના ભાડોલ ખૂર્દ ગામ પાસેના આ દ્રશ્યો છે. જે 13 ઓગસ્ટ 2022ના રોજ કંડારવામાં આવ્યા છે. અહીં જ્યારે અમારી ટિમ પહોંચી ત્યારે દેશી શરાબની ભઠ્ઠી ધમધમી રહી હતી. અને બુટલેગરો શરાબનું ઉત્પાદન કરીને ચાલ્યા ગયા હતા. ડામર રોડથી ગણતરીના ડગલાં અંદર આ શરાબની ભઠ્ઠી ધમધમી રહી હતી. જ્યારે મોટા પ્રમાણમાં શરાબ બનાવવાનો કાચો માલ પણ અહીં મળી આવ્યો હતો.

જ્યાં મીડિયા પહોંચી શકે ત્યાં પોલીસ કેમ નથી પહોંચતી એ પ્રશ્ન ઉભો થાય છે. વાઘોડિયા પોલીસના વિભાજન બાદ ઓછા ક્ષેત્રફળમાં પણ પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. વાઘોડિયામાં આવી અનેક શરાબની હાટડીઓ ધમધમી રહી છે. જ્યારે બુટલેગરો પર કોના છુપા આશીર્વાદ છે એ શોધવું જરૂરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

કરજણ ના દિવી ગામ પાસે થી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કતલ ખાને લઈ જતી પશુ ની ગાડી ઝડપી પાડી

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર