તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!
કરજણ માં ઠેરઠેર ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કરજણ નગર પાલિકા ના વૉર્ડ નં 7 માં આવેલા 512 આવાસ યોજના ના મકાનો બહાર ગંદકી ના ઢગલા દ્રષ્યો માં સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.
જ્યારે દેશના વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા અભિયાન ની વાતો કરવામાં આવી રહી છે.તેવામાં કરજણ ખાતે આવેલા 512 આવાસ ના મકાનો ની બહાર તેમજ કોમન પ્લોટમાં ગંદકી જોવા મળી રહી છે.એટલું જ નહીં વરસાદી પાણીના નિકાલ નું કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી જેના કારણે ગટરો પણ ઉભરાઈ રહી છે.આવાસ યોજના ના મકાનોમાં રહેતા માધ્યમ સામાન્ય વર્ગના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરો નો ઉપદ્રવ વધી રહયો છે આગામી સમયમાં કોઈ ગંભીર રોગચાળા જેવી બીમારી સર્જાઈ તેવી ભીતિ ત્યાંના રહીશો ને સતાઈ રહી છે.
વારંવાર તંત્ર ને રજુવાત કરવા છતાં સ્થાનિક કોર્પોરેટર કે પાલિકા ના કોઈ પણ જવાબદાર વ્યક્તિ જોવા સુધા આવ્યા નથી.જાણે કરજણ નગર પાલિકા ના જવાબદાર આધિકારીઓ આંખ આડા કાન કરી રહયા હોઈ એમ દેખાઈ રહ્યું છે.
સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ વસાવા તેમજ ભરતભાઈ ડાભી નો સંપર્ક કરી સ્થાનિક રહીશોએ આ અંગે રજુવાત કરી હતી.ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા કરજણ નગર પાલિકા તેમજ મામલતદાર સહિત ને લેખિત અરજી કરવામાં આવી હતી.અને વહેલામાં વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી હતી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો