પોસ્ટ્સ

ઑક્ટોબર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

મારેઠા ગામે 40 વર્ષીય ઇસમનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર

છબી
મારેઠા ગામે રહેતા અજય ઉદેસિંહ રાઠોડિયા ગત તા 5/10/22 ના રોજ ઘરે થી કોઈપણ જાતની જાણ કર્યા વગર નિકળી ગયા હતા.પરિવારના સભ્યો દ્વારા સગા સંબંધીમાં અને આસપાસના ગામોમાં  ભારે શોધખોળ બાદ પણ તેઓનો પત્તો લાગ્યો ન હતો.જ્યારે આજે સવારે મારેઠા ગામના સ્મશાન પાસે આવેલી ઝાડી ઝાંખરમાં ભારે દુર્ગન્ધ આવતા ગામ લોકોએ દુર્ગન્ધ વાળી જગ્યાએ ચેક કરતા લટકતી હાલતમાં ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો.ત્યારબાદ આ વાતની જાણ વાયુવેગે ગામમાં ફરતા લોકટોળાં એકત્રિત થઈ ગયા હતા. સમગ્ર ઘટના ની જાણ ગામના નગરજનો દ્વારા મકરપુરા પોલીસને કરતા મકરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. મૃતકના મામા ના જણાવ્યા પ્રમાણે દશેરાના દિવસ થી ગુમ અજયભાઈ કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો.આજે ગામના લોકોએ જાણ કરતા અમે અહીં દોડી આવ્યા હતા.અને મૃતદેહ ને જોતાં જ અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એમ લાગ્યું હતું... લોકચર્ચા :- જો અજયભાઇ ઉદેશીંહ રાઠોડિયા દ્વારા આત્મહત્યા કરી તો એના મૃતદેહ ને નીચેથી સળગાવ્યો કોને..અજય ભાઈ રાઠોડિયા ની હત્યા થઈ હોય એવું લાગી રહ્યું છે ,ગ્રામજનો

વડોદરા તાલુકા પોલીસ મથકના હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ-2 સર્જાઈ તો નવાઈ પામશો નહીં..!

છબી
  રાજ્યમાં એક તરફ કથિત લઠ્ઠાકાંડને લઈ ચર્ચાનો વિષય બન્યો હતો.ત્યારે વડોદરા તાલુકામાં હજી અખાદ્ય પદાર્થ માંથી તૈયાર થતા દેશી શરાબની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે.જ્યારે પોલીસ જાણે અજાણ હોઈ તેવું વર્તન કરે છે. બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થોડા મહિના પહેલા સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડ કે કેમિકલ કાંડ બાદ ગુજરાત ની દંભી દારૂબંધી વિશ્વ ફલક પર ચમકી ઉઠી હતી.ન રોકી શકાય એવા શરાબના  અડ્ડાઓ રાજ્યભરની પોલીસે શોધી કાઢી અને ગુન્હો દાખલ કરતી હતી.જેમાં વડોદરા તાલુકા પોલીસે પણ મોટા પ્રમાણમાં શરાબની હાટડીઓ ચલાવતા બુટલેગરો પર ગુન્હો દાખલ કર્યો હતો.સાથે સાથે એ પણ સાબિતી આપી હતી કે આ તમામ શરાબના અડ્ડાઓ ધમધમતા હતા પણ લઠ્ઠાકાંડ થયો હતો એટલે બંધ કરાવ્યા હતા. ભારે આલોચના બાદ વડોદરા જિલ્લા તેમજ તાલુકામાં દેશી શરાબની ભઠ્ઠીઓ બંધ કરાવી દેવામાં આવી હતી.પણ જેમ જેમ બોટાદના કથિત લઠ્ઠાકાંડ ની સહી સુકાઈ ચુકી છે.ત્યાં તો ફરી એક વાર વડોદરા તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ દેશી શરાબની મીની ફેક્ટરીઓ તેમજ શરાબના મીની બાર ફરી ધમધમવા લાગ્યા છે. વડોદરા શહેર ને અડીને આવેલા અંકોડીયા તેમજ સેવાસી રોડ પરના દ્રષ્ય...

કરજણ ના કલ્લા ગામે ખેતરમાં પાણી નહીં આપવા બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

છબી
  તલવારો તેમજ ધારીયા જેવા હથિયારો વડે હુમલો કરજણ તાલુકા માં આવેલ કલ્લા ગામે મુસ્લિમ યુવાનોએ ખેતરમાં પાણી આપવાનું ના કહેતા મામલો ગરમાયો હતો.જેમાં બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાતા અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવાર ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે મોકલ્યા પોલીસ ફરિયાદ મુજબ કરજણ તાલુકાના કલ્લા ગામે રહેતા ઉમેશ અંબાલાલ પાટણવાડિયા ઉં 36 ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.તા 5 ના રોજ તેવો ને પોતાના ખેતરમાં પાણી લેવાનું હોવાથી તેઓએ રાજુ ભાઈ ઉર્ફે  માસ્તર અબ્દુલભાઇ ચૌહાણ ના છોકરા જામીર ને ટેલિફોનિક વાત કરી પાણી લેવા બાબતે જાણ કરી હતી અને જામીર દ્વારા પણ પાણી આપીશું એવી ખાતરી આપવામાં આવી હતી.પરંતુ આ માસ્તર અબ્દુલભાઇ ચૌહાણની પાણી ની લાઇન રફીક અહેમદ જાદવ ની જગ્યામાં થી પસાર થતી હોય તેથી રફીક તમને પાણી આપવાની ના પાડે છે એમ જણાવ્યું હતું.તા 6 ના રોજ રફીક કોઈના ચડાવ્યાં થી ઉમેશ ભાઈ ના ફળિયામાં મારક હથિયારો સાથે તેના સાગરીતો સાથે રાખી ધસી આવતા મામલો બીચક્યો હતો જેમાં ઉમેશ ભાઈ ના પરિવાર પર જીવલેણ હુમલો થતા તેઓને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.સમગ્ર ...