પોસ્ટ્સ

માર્ચ, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

કરજણ પોલીસ નિંદ્રાધીન?,કંડારી જેવા પવિત્ર ગામને શરાબનો અડ્ડો બનાવી દીધો?

છબી
  કરજણના કંડારી ગામે ખુલ્લેઆમ શરાબનું વેચાણ,કોની મહેરબાની? બુટલેગર મહિલા દ્વારા ઘર આંગણે શરાબનું વેચાણ કરાતાનો વિડીયો સામે આવ્યો શરબીઓની માંગણી પ્રમાણે મોટી બોટલ માંથી નાની બોટલમાં શરાબ કાઢી આપી કરજણ પોલીસ નિંદ્રાધીન?,કંડારી જેવા પવિત્ર ગામને શરાબનો અડ્ડો બનાવી દીધો? રાજ્યની દંભી દારૂબંધી વચ્ચે બુટલેગરો એટલા હાઈટેક થયા છે કે ગ્રાહકોની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. શરાબી ગ્રાહકો માંગે એટલી શરાબ માંપીયામાં કાઢીને આપવાનો નવો રીવાજ શરુ કર્યો છે. કરજણ તાલુકાના ધાર્મિક સ્થાનોથી ઘેરાયેલા પવિત્ર ગામ કંડારીનો એક વિડીયો સામે આવ્યો છે. જ્યાં બુટલેગર મહિલા દ્વારા ખુલ્લેઆમ શરાબનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર જીલ્લામાં અનેક વાર બુટલેગરો દ્વારા ખુલ્લેં શરાબના વેચાણ થતા હોવાના પુરાવા સામે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક પીઠબળથી બુટલેગરો બેફામ શરાબનો વેપલો કરે છે. જ્યાં સ્થાનિક પોલીસના કેટલાક જવાનોની પણ છત્રછાયા સામે આવે છે. થોડા સમય પહેલા પાદરા તાલુકામાં બુટલેગરને હાજર કરાવવા સાહેબ વતી રૂપિયા માંગતો એક પોલીસ જવાનનો ઓડિયો ખુદ બુટલેગરે વાયરલ કર્યો હતો. જોકે આવા અનેક કિસ્સા ભૂતકાળમ...