પોસ્ટ્સ

ઑગસ્ટ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તંત્ર હજુ કેટલાના મોત ની રાહ જોશે...?પોઇચા નર્મદા નદીમાં 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા..!

છબી
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સહેલાણીઓ દૂર દૂર થી અનેક નદીઓમાં નાહવા અને ગરમીથી રાહત મેળવા માટે આવતા હોય છે.હજુ મહીસાગર કિનારે આવેલા કોટના કિનારે વડોદરાના બે યુવકો પાણીમાં ગરકાવ થયા નો બનાવ હજુ તાજો છે.તેવામાં આજે નર્મદા કિનારે આવેલ પોઇચા ખાતે નહાવા આવેલા 3 બાળકો સહિત સાત જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા સ્થાનિક તરવૈયા કરજણ ફાયર બ્રિગેડ તેમજ ડભોઇ ફાયરના જવાનો ની મદદથી શોધખોળ ચાલી રહી છે. આ બનાવની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા લોકો આજે સવારે પોઇચા ખાતે પહોંચ્યાં હતા. જ્યાં નર્મદા નદીમાં બાળકો સહિત 8 લોકો નદીમાં નાહવા માટે પડ્યાં હતા. દરમિયાન ત્રણ બાળકો સહિત આંઠ લોકો એકા એક નદીના પાણીમાં ડૂબવા લાગ્યા અને બચાવ બચાવની બૂમો પડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. નદીમાં ડૂબી રહેલા લોકો પૈકી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો સહિત સાત લોકોની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહીં છે. મળતી માહિતી અનુસાર, સુરતથી કર્મકાંડની વિધિ માટે પોઇચા આવેલા પરિવારના વ્યક્તિઓ નર્મદા નદીમાં સ્નાન કરવા ગયા અને પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહીં છે...

કરજણ નગર પાલિકાના વૉર્ડ 7 માં આવેલ આવાસ યોજના માં ગંદકી નું સામ્રાજ્ય

છબી
  કરજણ માં ઠેરઠેર ગંદકી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કરજણ નગર પાલિકા ના વૉર્ડ નં 7 માં આવેલા 512 આવાસ યોજના ના મકાનો  બહાર ગંદકી ના ઢગલા દ્રષ્યો માં સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. જ્યારે દેશના વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા  અભિયાન ની વાતો કરવામાં આવી રહી છે.તેવામાં કરજણ ખાતે આવેલા 512 આવાસ ના મકાનો ની બહાર તેમજ કોમન પ્લોટમાં ગંદકી જોવા મળી રહી છે.એટલું જ નહીં વરસાદી પાણીના નિકાલ નું કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી જેના કારણે ગટરો પણ ઉભરાઈ રહી છે.આવાસ યોજના ના મકાનોમાં રહેતા માધ્યમ સામાન્ય વર્ગના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરો નો ઉપદ્રવ વધી રહયો છે આગામી સમયમાં કોઈ ગંભીર રોગચાળા જેવી બીમારી સર્જાઈ તેવી ભીતિ ત્યાંના રહીશો ને સતાઈ રહી છે. વારંવાર તંત્ર ને રજુવાત કરવા છતાં સ્થાનિક કોર્પોરેટર કે પાલિકા ના કોઈ પણ જવાબદાર વ્યક્તિ જોવા સુધા આવ્યા નથી.જાણે કરજણ નગર પાલિકા ના જવાબદાર આધિકારીઓ આંખ આડા કાન કરી રહયા હોઈ એમ દેખાઈ રહ્યું છે. સ્થાનિક રહીશો દ્વારા સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ વસાવા તેમજ ભરતભાઈ ડાભી નો સંપર્ક કરી સ્થાનિક રહીશ...